Site icon Revoi.in

ભારત વિકાસ પરિષદ, ગુજરાતના હોદ્દેદારોની વરણી

Social Share

અમદાવાદઃ શહેરમાં ભારત વિકાસ પરિષદ, ગુજરાતની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ અને સચિવ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્ય પ્રાંતની વાર્ષિક અસાધારણ સભા મણિનગર,  અમદાવાદ ખાતે સ્થિત એવા હેડગેવાર ભવન ખાતે યોજાઈ હતી. આ સભામાં ભારત વિકાસ પરિષદ ગુજરાતના ટ્રસ્ટી વલ્લભભાઈ રામાણીની અધ્યક્ષતામાં, ભા.વિ.પનાં અખિલ ભારતીય અધિકારી વિનોદભાઇ શાહ દ્વારા આગામી વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે ગુજરાત મધ્યપ્રાંતના પ્રમુખ,  સચિવ ખજાનચી, મહિલા સંયોજિકા તેમજ સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ફાલ્ગુનજી પોરા, સચિવ તરીકે સુરેશભાઈ પટેલ, ખજાનચી તરીકે મનસુખભાઈ કાછડીયા, મહિલા સંયોજીકા તરીકે શ્રીમતી પ્રવિણાબેન ઠક્કર તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી છે.