અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નવા ઉત્સાહને સંચાર થયો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે ફરીથી કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઓબીસી મોરચો, યુવા મોરચો તથા કિસાન મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે.
ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના યોગેશ ગઢવી, કર્ણાવતીના દેવેન્દ્ર પ્રજાપતિ, ગીર સોમનાથના જે.કે.ચાવડા, ગાંધીનગર શહેરના નાજાભાઈ ઘાંઘર, ગાંધીનગર જિલ્લાના મહેન્દ્ર બાવળીયા અને વડોદરા શહેરના ધર્મેશ પંચાલની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહામંત્રી તરીકે મહેસાણાના મયંક નાયક અને નવસારીના સનમભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રી તરીકે પાટણના વિનયસિંહ ઝાલા, જૂનાગઢના દિલીપ જશાભાઈ બારડ, કર્ણાવતીના પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નવસારીના હેમંત ટેલર, અમરેલીના મયુર માંજરિયા, બનાસકાંઠાના પોપટભાઈ માળી, પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે ભરૂચના અનિલ રાણા તથા પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કર્ણાવતીના નિલેશભાઈ જણસારીની પસંદગી કરવામાં આવી છે.
પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ભાવનગર શહેરના હરેન્દ્રસિંહ ગોહિલ, છોટા ઉદેપુરના મુકેશ રાઠવા, અમરેલીના મનિષ સંઘાણી, ગીર સોમનાથના હાર્દિક ડોડિયા, ગાંધીનગર જિલ્લાના હર્ષ પટેલ, સુરત શહેરના રાજેશ વારડે, પ્રદેશ મહામંત્રી તરીકે વડોદરા શહેરના કૌશલ દવે, પાટણના નરેશ દેસાઈ, પ્રદેશ મંત્રી તરીકે ગાંધીનગર શહેરના સત્યદિપસિંહ પરમાર, તાપીના સુરજ દેસાઈ, મહેસાણાના પૌરવ પટેલ, સુરેન્દ્રનગરના જય શાહ, કર્ણાવતીના શૈલેષ નાઈ, ભાવનગરના નિલેશ ચુડાસમા, પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના નરેશ ઠાકોર અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે નિકુંજ ખાખીની વરણી કરવામાં આવી છે.
આવી જ રીતે કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના તેજાભાઈ ભુરિયા, ગીર સોમનાથના મહેન્દ્ર પીઠીયા, આણંદના દિપક પટેલ, વડોદરાના ડી.ડી.ચુડાસમા, તાપીના મહેન્દ્ર પટેલ, પ્રદેશ મહામંત્રી તરીકે અમરેલીના હિરેનભાઈ હિરપરા, મહેસાણાના સરદારભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી તરીકે ભાવનગરના ભરત મેર, રાજકોટના વિજય કોરાટ, જામનગરના સુરેશ વસરા, સુરેન્દ્રનગરના નાગરભાઈ જીડીયા, કચ્છના રાણસીભાઈ ગઢવી, નવસારીના આશિષ દેસાઈ અને કોષાધ્યક્ષ તરીકે ભાવનગરના સી.પી.સરવૈયાની પસંદગી કરવામાં આવી હતી.