Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ દેશમાંથી એક વર્ષમાં લગભગ 90,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ

Woman using her Mobile Phone, Night Light Background

Social Share

નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્માર્ટફોનની આયાત કરતું હતું પરંતુ આજે દેશ એટલો સક્ષમ બની ગયો છે કે મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની નિકાસ થાય છે. ગયા વર્ષે, ભારતે લગભગ 90 હજાર કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે 2021ની સરખામણીમાં બમણી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં એક લાખ કરોડનો આંકડો પાર કરશે. મોબાઈલ ફોનની નિકાસમાં સેમસંગ અને એપલનો મોટો હિસ્સો છે.

ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતા મોબાઈલ ફોનના કુલ હિસ્સામાં iPhoneનો હિસ્સો લગભગ અડધો છે. ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના ચેરમેન પંકજ મહેન્દ્રુએ જણાવ્યું હતું કે, સરકારના રૂ. 75,000 કરોડના લક્ષ્યાંક સામે ઈલેક્ટ્રોનિક્સ નિકાસ સતત વધી રહી છે અને હવે 58 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 1,85,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. Apple પછી, સેમસંગનો સ્માર્ટફોન નિકાસનો હિસ્સો લગભગ 40 ટકા છે અને તે લગભગ 36,000 કરોડ રૂપિયા છે.

ભારતીય બજારમાં ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે. ખાસ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓનો માર્કેટ શેર લગભગ 75 ટકા છે. ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે કે આ કંપનીઓ ભારતમાં માત્ર સ્માર્ટફોનનું વેચાણ જ નહીં કરે પરંતુ ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ પણ કરે. જો કે, આમાં એક સમસ્યા એ છે કે આ કંપનીઓના હેડ ક્વાર્ટર એટલે કે ચીનમાંથી અન્ય દેશોમાં મોબાઇલ ફોનની નિકાસ કરવામાં આવે છે, જ્યારે ભારતમાં સ્થિત કંપનીઓ મોબાઇલ ફોનની નિકાસ પર વધુ ધ્યાન આપતું નથી.

(PHOTO-FILE)