Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા હવે ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે

Social Share

લખનૌઃ ભારતે રશિયા અને અમેરિકા પાસેથી હથિયારો ખરીદવાના અહેવાલ અવાર-નવાર સામે આવે છે,  પરંતુ હવે અમેરિકા મિત્ર દેશ ભારતના ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે, આમ યુપી અમેરિકાને હથિયાર સપ્લાય કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. 100 વર્ષ પછી ફરીથી અહીં વેબલી-455નું નિર્માણ થશે. આ માટે ભારતમાં વેબલીનું ઉત્પાદન કરવા માટે એક કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. અગાઉ તેનું ઉત્પાદન બ્રિટનમાં થતું હતું. આ હથિયાર એન્ટીક રિવોલ્વરની શ્રેણીમાં આવે છે. તાજેતરમાં અમેરિકાએ તેના 10 હજાર પીસનો ઓર્ડર આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં બનેલી વેબલી રિવોલ્વર 100 વર્ષથી વધુ જૂની છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે તે તેને યુરોપથી પોતાની સાથે લાવી હતી. આ રિવોલ્વર ભારતમાં પ્રતિબંધિત છે. વેબલી સ્કોટ ઈન્ડિયાના ડાયરેક્ટર મનિન્દર સ્યાલે કહ્યું કે ભારતમાં 455 બોરની રિવોલ્વર પર પ્રતિબંધ છે પરંતુ અમેરિકામાં વેબલી-455ની ભારે માંગ છે. આને જોતા, યુપીથી પ્રથમ વખત લગભગ 10 હજાર વેબલી-455 અમેરિકામાં નિકાસ કરવામાં આવશે. તેના નિર્માણ માટેનું લાઇસન્સ ટૂંક સમયમાં આપવામાં આવશે.

ભારતમાં જ્યારે આ રિવોલ્સરનું નિર્માણ શરુ કરાયું હતું. વર્ષ 1924 સુધીમાં 1.25 લાખથી વધુ પીસ બનાવવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ 1963 સુધી ચાલુ રહ્યો હતો. આ 1.1 કિલોની રિવોલ્વરની લંબાઈ 11.25 ઈંચ છે. તેની બેરલ લંબાઈ 6 ઈંચ છે. તેની મદદથી એક મિનિટમાં 20 થી 30 રાઉન્ડ ફાયર કરી શકાય છે. આ રિવોલ્વરનો ઉપયોગ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં થયો હતો. આ સિવાય વિયેતનામ, કોરિયા, ઈન્ડોનેશિયા અને ભારત-ચીન યુદ્ધમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.