Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ નવરાત્રીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ  તારીખ 17મી, સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની સંત્રાતનો પ્રારંભ થશે. ગાંધીનગર જિલ્લામાં  અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જોકે તેમાં ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 40 ગુણની અને ધોરણ-3 અને 4ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રમાં જ પ્રશ્નના જવાબો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 80 ગુણને અને પ્રશ્નોના જવાબ લખવા માટે અલગથી ઉત્તરવહી આપવામાં આવશે. પરંતું ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને તમામ વિષયની 80 ગુણની પરીક્ષા આપવાની રહેશે.

પ્રાથમિક શાળાઓની પ્રિલિમરી પરીક્ષા નવરાત્રી પૂર્ણ થતાંને ચાર દિવસના વિરામ બાદ તા. 17મી, ઓક્ટોબરથી તારીખ 25મી ઓક્ટોબર સુધી લેવામાં આવશે. પ્રાથમિક શાળાઓની ધોરણ 1થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા સત્રમાં કરાવેલા અભ્યાસની જ્ઞાનની કસોટી બની રહેશે. પ્રથમ સત્રાંત પરીક્ષાનો સમય 40 ગુણના પેપરનો સમય સવારે 11થી બપોરે 1 કલાક સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે 80 ગુણના પેપરનો સમય બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ધોરણ-3થી 5ના ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, ગણિત વિષયની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે. જ્યારે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત, હિન્દી, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી વિષયની પરીક્ષા કુલ-80 ગુણની લેવામાં આવશે. જોકે પરીક્ષાની ગુપ્તતા જળવાય તે માટે સઘન આયોજન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુચના આપી છે. પ્રથમ સત્રાંત પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકનની કામગીરી વખતે ગુણને અંગ્રેજી અંકોમાં જ લખવાના રહેશે. પ્રથમ સંત્રાત પરીક્ષાને પગલે જરૂરી સાહિત્ય તારીખ 14મી અને 15મી, સપ્ટેમ્બરના રોજ પગાર કેન્દ્ર શાળાઓમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી જે તે શાળાઓને તારીખ 16મી, સપ્ટેમ્બર સુધીમાં સાહિત્ય પહોંચાડવાનું રહેશે.