અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ નવરાત્રી બાદ લેવાશે. અને આ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ દિવાળી વેકેશન પડશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો જે સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રહેશે. જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય બપોરે 2થી 5 કલાકનો રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી પછી ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજવામાં આવશે. જેમાં પરીક્ષામાં ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રાખવામાં આવ્યો છે. જ્યારે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરે 2થી 5 કલાકનો રાખવામાં આવ્યો છે. પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણની ઓનલાઇન એન્ટ્રી સમયસર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરીમાંથી હજુ મુક્ત થયા નથી. ત્યાં તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ-3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમય પત્રક તમામ જિલ્લાઓને મોકલી આપવામાં આવ્યું છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવશે.. તેમાં ધોરણ-3થી 5ના ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી વિષયની 40 ગુણની પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રાખવામાં આવ્યો છે. જ્યારે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની 80 ગુણની પરીક્ષાનો સમય બપોરે 2થી 5 કલાકનો રાખવામાં આવ્યો છે. જોકે પ્રાથમિક શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષાના વિષયવાર પ્રશ્નપત્રોને શાળામાં મોકલી આપવામાં આવશે.