- ‘તમામ ઘર્મોમાં એક આધાર પર તલાક’ વાળી સુપ્રીમ કોર્ટની કાર્યવાહી
- અશ્વનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
- સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને નોટિસ પાઠવી
- અરજીમાં તમામ ધર્મ માટે છૂટાછેટાના આધાર એક કરવાની માંગણી
દિલ્હીઃ-તમામ ધર્મો માટે છૂટાછેડા માટેનો એક આધાર કરવા અંગેની માંગની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે બંધારણની ભાવના પ્રમાણે દેશના તમામ નાગરિકો માટે છૂટાછેડા માટેનો આધાર હોવો જોઈએ. કેન્દ્ર સરકારના જવાબ બાદ સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે.
હાલની સ્થિતિમાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયોના લોકોમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા આપવામાં આવતા હોય છે, જ્યારે મુસ્લિમો, પારસી, ખ્રિસ્તીઓનો પોતાનો વ્યક્તિગત કાયદો હોય છે.જેના કારણે બાળ લગ્ન, કોઢ, નપુંસકતા, નાની ઉંમરે લગ્ન જેવા આધારો હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ રચાય છે, તે બાકીના ધર્મના વ્યક્તિગત કાયદામાં આવતા નથી.
એક આઘાર પર તલાકની અરજી શું છે- જાણો
ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે, છૂટાછેડા અને પતિ-પત્નીના વિવાદ દરમિયાન મળવા પાત્ર જીવનખર્ચ પર એક સરખો કાયદો બનવો જોઈએ. છૂટાછેડા મેળવવા માટેનો આધાર શું હશે, તે પણ દરેક માટે એક સમાન જ હોવું જોઈએ.
ભાજપના નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે પોતાની અરજીમાં કેન્દ્રીય ગૃહ અને કાયદા મંત્રાલયોને નિર્દેશ આપવાની અપીલ કરી છે કે, તેઓ ભરણ પોષણ અને જીવનખર્ચના ભથ્થાના કારણોમાં હાલની વિસંગતતાઓ દૂર કરવા યોગ્ય પગલા ભરે, અને તેને ધર્મ, જાતિ, નસ્લ ,લિંગ અથવા જન્મ સ્થાનના આધારે ભેદભાવ કર્યા વિના તમામ નાગરિકો માટે સમાન બનાવે.
સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલ મીનાક્ષી અરોડાએ આ અંગે કહ્યું કે, ભરણ પોષણ અને જીવન ખર્ચનો ભથ્થા જીવન જીવવા માટેનું એક માત્ર સ્ત્રોત હોય છે, જેથી કરીને ઘર્મ, જાતિ, નસ્લ , લિંગ અથવા તો જમ્ન સ્થળના આધારે ભેદભાવ બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવે છે.જે સ્વતંત્રતા અને ગૌરવના અધિકાર પર સીધો હુમલો હોય તેમ જોવા મળે છે.
સાહિન-