Site icon Revoi.in

ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન, દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Social Share

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રભાત ઝાનું શુક્રવારે નિધન થયું છે. તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પ્રભાત ઝા મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા. પ્રભાત ઝા ઘણા સમયથી બીમાર હતા. પ્રભાત ઝાને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમના કારણે એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.થોડા દિવસો પહેલા, તેમને એરલિફ્ટ કરીને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 26 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે તેમનું અવસાન થયું.

રાજકીય જીવન અને યોગદાન

પ્રભાત ઝા મૂળ બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા. જોકે, તેમણે મધ્યપ્રદેશમાં પોતાનું રાજકીય મેદાન બનાવ્યું. તેમની ગણતરી ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. ઝા રાજકારણમાં આવતા પહેલા પત્રકાર પણ રહી ચૂક્યા છે. પ્રભાત ઝાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમના નિધનથી મધ્ય પ્રદેશ ભાજપમાં શોકની લહેર છે.

રાજકીય વર્તુળોમાં શોકનું મોજું કે પ્રભાત ઝાના મૃત્યુની પુષ્ટિ ભાજપના પ્રવક્તા હિતેશ બાજપાઈએ કરી હતી. તેમણે કહ્યું કે પ્રભાત ઝાના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે. તેમનું નેતૃત્વ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

રાજકીય સફર

પ્રભાત ઝા બિહારના સીતામઢી જિલ્લાના વતની હતા. પ્રભાત ઝાનો જન્મ 4 જૂન 1957ના રોજ બિહારના સીતામઢી જિલ્લાના શ્રીખંડી ભીટ્ટા ગામમાં થયો હતો. તેઓ પરિવાર સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયર આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ પછી, તેમણે PGV કોલેજ, ગ્વાલિયરમાંથી B.Sc, માધવ કૉલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં MA અને MLB કૉલેજમાંથી LLB કર્યું.
હતું. પ્રભાત ઝાએ ઘણી કવિતાઓ પણ લખી છે..