Site icon Revoi.in

વરિષ્ઠ પત્રકાર રવીશ તિવારીનું વિતેલી રાત્રે નિધન- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

 

દિલ્હીઃ-  દેશના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર અને ઈન્ડિયન એક્સપ્રેસના રાષ્ટ્રીય બ્યૂરોના પ્રમુખ એવા રવીશ તિવારીનું અવસાન થયું છે.તેમના મોતને લઈને પીએમ મોદી સહીત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદો શોક વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રવીશ તિવારીનું ગઈકાલે શુક્વારની રાત્રે નિધન થયું હતું . તેઓના અંતિમ સંસ્કાર આજે સેક્ટર-20, ગુડગાંવમાં બપોરે 3.30 વાગ્યે કરવામાં આવશે.

આ સાથે જ પીએમ મોદીએ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ટ્વિટ કરીને લખ્યું છે કે,, “નિયતીએ રવીશ તિવારીને ખૂબ જ જલ્દી અમારી પાસેથી છીનવી લીધા . મીડિયા જગતમાં એક ઉજ્જવળ કારકિર્દીનો અંત આવી ગયો. તેમના રિપોર્ટ વાંચવામાં અને સમયે સમયે તેમની સાથે વાર્તાલાપ કરવો મજેદાર રહ્યો હતો.તેઓ વ્યવહારીક અને વિનમ્ર હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ!”

રાષ્ટ્રતિએ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે -“  રવીશ તમારા માટે પત્રકારિકા એક જનુન હતું,તેમણે તેને એક આકર્ષક વ્યવસાય પર પસંદ કર્યુંતેમના પાસે રિપોર્ટિંગ અને ધારદાર કોમેન્ટ્રી માટે ઊંડી આદત હતી તેમના અચાનક થયેલા નિધનથી પત્રકારત્વની દુનિયામાં એક અવાજ દબાય ગયો તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ ”