RSSના વરિષ્ઠ પ્રચારક એવા મદનદાસ દેવીનું 81 વર્ષની વયે નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ
દિલ્હીઃ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખૂબજ જાણીતો સંઘ છે ત્યારે આજે વહેલી સવારે આરએસએસને લગતા એક દુખદ સમાચાર સામે આવ્યા છએ પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીનું આજરોજ સવારે 81 વર્ષની વયે બેંગલુરુમાં નિધન થયું છે.
મદનદાસ દેવીના નિધનને લઈને આરએસએસ દ્રારા એક ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે “વરિષ્ઠ RSS પ્રચારક મદનદાસ દેવીનું 81 વર્ષની વયે સોમવારે સવારે 5 વાગ્યે નેશનલ હેલ્થ હોસ્પિટલ, રાજરાજેશ્વરી નગર, બેંગલુરુમાં નિધન થયું છે.”
જો મદનદાસ દેવી વિશે વાત કરીએ આરએસએસના સહ-કાર્યવાહ રહી ચૂક્યા છે. તેઓ આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે.
પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીના નિધનને લઈને પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્ક્ત કર્યો છે.
પીએમ મોદી એ કહ્યું છે કે તેઓ મદનદાસ દેવીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું. તેમનો સાથે મારો ગાઢ સંબંધ તો હતો જ, પરંતુ તેમની પાસેથી મને હંમેશા ઘણું બધુ શીખવા પણ મળ્યું છે. ભગવાન આ દુખની ઘડીમાં તમામ કાર્યકરો અને તેમના પરિવારોને હિમ્મત આપે.