સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
- વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે આપ્યું રાજીનામું
- કોરોના પર કેન્દ્ર સરકારે આપી હતી જવાબદારી
દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સામે જંગ જારી છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સતત આ જીવલેણ વાયરસને નાબૂદ કરવા પ્રયાસ કરી રહી છે. તે દરમિયાન સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે ભારતીય SARS-CoV-2 જીનોમ સિક્વિન્સીંગ કન્સોર્ટિયાના સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.
ભારતમાં કોવિડ-19 ના સ્ટ્રેનને ઓળખનાર જીનોમ સ્ટ્રેકટર ગ્રુપની જવાબદારી કેન્દ્ર સરકારે શાહિદ જમીલને સોંપી હતી. જોકે હજુ સુધીએ જાણી શકાયું નથી કે ડો.જમીલે રાજીનામું કેમ આપ્યું ?.
નોંધપાત્ર વાત એ છે કે,હાલમાં જ અશોક યુનિવર્સિટીમાં ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સના ડિરેક્ટર શાહિદ જમીલે ન્યુ યોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં વૈજ્ઞાનિકોને “પુરાવા આધારિત નીતિ નિર્માણ અંગે હઠીલા પ્રતિસાદ” નો સામનો કરવો પડી રહ્યો છે.