નવી દિલ્હીઃ મેક્રોઈકોનોમીના મજબૂત આઉટલૂક અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અપેક્ષાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 30 શેરોનો બીએસઈ સેન્સેક્સ 0.37 ટકા વધીને 82,000ની નોંધપાત્ર સપાટીની નજીક 81,732 પર ક્વોટ થયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 0.35 ટકાના વધારા સાથે 24,943.40 પર બોલાતો હતો.
સેન્સેક્સના શેરોમાં એશિયન પેઈન્ટસમાં 2.48 ટકા, એનટીપીસીમાં 1.92 ટકા, ટેક મહિન્દ્રામાં 1.22 અને ભારતી એરટેલમાં 1.16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ, તાતા મોટર્સ અને એક્સિસ બેન્કમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સમાં નવી વિક્રમી સપાટી પછી ઘટાડો નોંધાયો હતો. અત્યારે તમામની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામ ઉપર છે. જેમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.