Site icon Revoi.in

સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર, નિફ્ટી 23250 પાર

Social Share

મુંબઈઃ શુક્રવારે દલાલ સ્ટ્રીટમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1700 પોઈન્ટ વધીને 76,794.06 ની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું હતું. નિફ્ટી50 483 પોઈન્ટ ઉછળ્યો થયો હતો. બંને સૂચકાંકો 4 જૂનના તમામ નુકસાનને પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. વ્યાજ દરો યથાવત રાખવાના RBIના નિર્ણય બાદ બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ જેવા દર-સંવેદનશીલ ક્ષેત્રોના શેર 8% સુધી વધ્યા હતા. આ સમયગાળા દરમિયાન, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 7.68 લાખ કરોડ વધીને રૂ. 423.57 લાખ કરોડ થઈ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,618.85 (2.15%) પોઈન્ટ વધીને 76,693.36ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 468.75 (2.05%) પોઈન્ટ મજબૂત થઈને 23,290.15ના સ્તરે બંધ રહ્યો હતો.

શુક્રવારે આઈટી અને બેન્કિંગ સેક્ટરના શેરમાં મજબૂતી જોવા મળી હતી. ટેક સેક્ટરના શેર માર્કેટમાં ટોપ ગેઇનર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વિપ્રોના શેરમાં પાંચ ટકા, ઇન્ફોસિસના શેરમાં 3 ટકાનો વધારો થયો હતો. ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એચસીએલ ટેકના શેરમાં 2 થી 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ અને રિલાયન્સના શેરોએ પણ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. જેના કારણે ઈન્ડેક્સમાં 192 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. અગાઉ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત આઠમી બેઠકમાં રેપો રેટ 6.5% પર જાળવી રાખ્યો છે.

આરબીઆઈએ શુક્રવારે તેના મુખ્ય વ્યાજ દરો યથાવત રાખ્યા હતા. કેન્દ્રીય બેંકને મજબૂત આર્થિક વૃદ્ધિની વચ્ચે મુદ્રાસ્ફીતી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગવર્નર શક્તિકાંત દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, મૌદ્રિક નીતિ સમિતી જેમાં ત્રણ આરબીઆઈ અને સમાન સંખ્યામાં બાહ્ય સભ્યોની બનેલી મોનેટરી પોલિસી કમિટીએ તેની સળંગ આઠમી પોલિસી બેઠકમાં રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો.