Site icon Revoi.in

શેરબજારની શરુઆતમાં Sensex પહેલીવાર 80,000 ને પાર

Social Share

સ્થાનિક શેરબજારે આજે શરૂઆતની સાથે જ ફરી એકવાર ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો છે. Sensex આજે પ્રથમ વખત 80 હજાર પોઈન્ટની ઉપર ખુલ્યો હતો. એ જ રીતે Nifty પણ પ્રથમ વખત 24,300 પોઈન્ટનું સ્તર પાર કરવામાં સફળ રહ્યો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ Sensex 0.61 ટકા અને Nifty 0.59 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.

ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ શેરબજારના મોટા શેરોમાં HDFC Bank , Axis Bank , ICICI Bank, કોટક મહિન્દ્રા અને બ્રિટાનિયાના શેર 2.96 ટકાથી 1.43 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીના શેર 1.06 ટકાથી 0.43 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

Sensex ના 30 શેરોમાંથી 21 શેર ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં

વર્તમાન ટ્રેડિંગમાં શેરબજારમાં 2,243 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,507 શેર નફો કમાયા હતાં, જ્યારે 736 શેર નુકસાની ભોગવી રહ્યા છે. એ જ રીતે Sensex માં સમાવિષ્ટ 30 શેરોમાંથી 21 શેર ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ વેચવાલીના દબાણને કારણે 9 શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. જ્યારે Nifty માં સમાવિષ્ટ શેરોમાંથી 35 શેરો લીલા નિશાનમાં અને 15 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

Nifty 143.10 પોઈન્ટના વધારા સાથે 24,266.95 પોઈન્ટના સ્તરે

Sensex ની જેમ એનએસઈના Nifty એ પણ આજે 167.90 પોઈન્ટના વધારા સાથે 24,291.75 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જેણે ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જેના કારણે સવારે 10 વાગ્યાની આસપાસ 85 પોઈન્ટ ઉછળ્યો હતો અને 24,307.25 પોઈન્ટ સાથે ટોંચ પર પહોંચ્યો હતો. બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે શરૂઆતના 1 કલાકના ટ્રેડિંગ બાદ સવારે 10:15 વાગ્યે Nifty 143.10 પોઈન્ટના વધારા સાથે 24,266.95 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.