દિલ્હીઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 1100થી વધુ પોઈન્ટના કડાકા બાદ સતત બીજા દિવસે પણ શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે 58000 નીચે ખૂલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,251.45 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો.
આજના કારોબારની વાત કરીએ તો એશિયાને મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. સોમવારે અમેરિકાના બજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી.
ડાઉ જોન્સ 17 પોઈન્ટ ઉછળીને 35,619.25 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ S&P 500 15 પોઈન્ટ ઘટ્યો હતો જ્યારે નાસ્ડેક 203 પોઈન્ટ ઘટીને 15855ના સ્તરે બંધ રહ્યો હતો. જેરોમ પોવેલને યુએસ ફેડરલ રિઝર્વની આગામી ટર્મ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ જાહેરાત કરી છે.
એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે Nikkei 225 તેજી પર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ લાલ નિશાન નીચે જોવા મળ્યા છે.
મહત્વનુ છે કે, શેરમાર્કેટમાં મોટો કડાકો બોલ્યો હતો. જેમાં સેન્સેક્સ 1600 પોઇન્ટ્સ જ્યારે નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થતાં રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ગત સેશનના અંતે 59,636 પોઈન્ટ્સ પર બંધ થયેલો સેન્સેક્સ આજે 59,710ની સપાટી પર ખૂલ્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં જોરદાર વેચવાલી શરુ થતાં 59,778નો ઈન્ટ્રા ડે હાઈ બનાવનારો સેન્સેક્સ એક સમયે તો 58,011 પર આવી ગયો હતો.