સેન્સેક્સ 378 પોઈન્ટનો વધારો, બેન્કિંગ-આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો
- નિફ્ટીમાં 126.20 પોઈન્ટનો વધારો થયો
- એશિયન બજારોમાં સિયોલ અને ટોક્યો લાભ સાથે બંધ થયા હતા
નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજાર મજબૂત રીતે લીલા નિશાન સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં ખરીદીને કારણે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાભ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 378.18 (0.47%) પોઈન્ટના વધારા સાથે 80,802.86 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 126.20 (0.51%) પોઈન્ટ વધીને 24,698.85 પર પહોંચ્યો હતો.
વૈશ્વિક શેરબજારોમાં મજબૂતાઈના વલણ વચ્ચે મંગળવારે બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 378.18 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઉછાળા સાથે 80,802.86 ના સ્તર પર બંધ રહ્યું હતું. દિવસના ટ્રેડિંગ દરમિયાન, બેન્ચમાર્ક 518.28 પોઈન્ટ અથવા 0.64 ટકા વધીને 80,942.96 પર બંધ રહ્યું હતું. સતત ચોથા દિવસે વધ્યા પછી, NSE નિફ્ટી 126.20 પોઈન્ટ અથવા 0.51 ટકા વધીને 24,698.85 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સની 30 કંપનીઓમાં, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એનટીપીસી અને સન ફાર્મા લાભમાં રહ્યાં હતા. બીજી તરફ, ભારતી એરટેલ, ITC, અદાણી પોર્ટ્સ, JSW સ્ટીલ અને ટાટા મોટર્સ લાલ નિશાન સાથે બંધ થયાં હતા. એશિયન બજારોમાં, સિયોલ અને ટોક્યો લાભ સાથે બંધ થયા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નુકસાન સાથે બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં તેજી સાથે કારોબાર થયો હતો. સોમવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા છે.
#SensexRise #StockMarketUpdate #BankingShares #ITStocksSurge #MarketBoost #SensexGrowth #IndianStockMarket #FinancialMarkets #StockMarketNews #SensexUp