નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેથી એનઆઈએ યાસિન મલિકની ધરપકડ કરીને તપાસ આરંભી હતી. આ કેસની સુનાવણી દરમિયાન યાસિન મલિકે પોતાની ઉપર લાગેતા આતંકવાદી પ્રવૃતિ અને ટેરરિંગ ફંડ કેસની કબુલાત કરી હતી.તેમજ કોર્ટના આદેશને પણ ઉપલી કોર્ટમાં નહીં પડકારવાનો ઈરાદો જાહેર કર્યો હતો. બીજી તરફ સમગ્ર દેશમાં યાસિન મલિકને આકરીમાં આકરી સજા કરવાની જનતાએ માંગણી કરી હતી. અદાલતમાં આજે યાસિન મલિક સામે સુનાવણી યોજાઈ હતી. જેમાં અદાસતે યાસિન મલિકને ગુનેગાર જાહેર કર્યો હતો. તેમજ વધુ સુનાણી 25ની મે સુધી મુલત્વી રાખવામાં આવી છે. જેથી અદાલત આગામી 25મી મેના રોજ યાસિન મલિકને સજાનો આદેશ કરી શકે છે.
યાસિન મલિક સામે અનેક ગુના નોંધાયેલા છે. મલિકેએ કાશ્મીરના નામે યુવાનોને ઉખ્સેરીને હાથમાં બંદુક પકડાવી હતી. તેમટ કેટલાક યુવાનોને તાલીમ આર્થિ પાકિસ્તાન પણ મોકલ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાંથી આતંકવાદ નાબુદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
(ફોટો-સોશિયલ મીડિયા)