Site icon Revoi.in

જયપુર-આગ્રા નેશન હાઈવે ભરતપુર પાસે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત,12 લોકોના મોત

Social Share

દિલ્હીઃ- દેશભરના હાઈવે પર અકસ્માતના ઘણા બનાવો બનતા હોય છે આ અકસમાતમાં ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે જ્યારે  રાસ્થાનના ભરપુર પાસે   જયપુર નેશનલ હાઈવે  પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના ભરતપુરમાં નેશનલ હાઈવે પર આ ગંભીર અકસ્માત આજે સવારે સર્જાયો હતો . મળતી માહિતી મુજબ, ભરતપુરમાં નેશનલ હાઈવે પર ટ્રક અને બસની ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 11ના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બસ રાજસ્થાનના પુષ્કરથી ઉત્તર પ્રદેશના વૃંદાવન જઈ રહી હતી. બસ પુલ પર તૂટી પડતાં આ અકસ્માત થયો હતો.

આ ઘટનાને મામલે અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે જ્યારે ઝડપભેર ટ્રકે વાહનને ટક્કર મારી ત્યારે બસ ડ્રાઈવર અને કેટલાક મુસાફરો બસની પાછળ ઉભા હતા. બસની બહાર ઉભેલા લોકો માર્યા ગયા તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રેશ થવા માટે રસ્તામાં બસ રોકી દેવામાં આવી હતી.

પાછળથી આવતા ટ્રેલરે બસને ટક્કર મારી હતી જે 5 મિનિટ માટે ઉભી રહી હતી.અથડામણ એટલી જોરદાર હતી કે આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંતારા ગામ પાસે બની હોવાનું જાણવા મળી રહ્યું છે.