Site icon Revoi.in

ઉત્તરાખંડના પીથૌરાગઢમાં ગંભીર અકસ્માત – યાત્રીઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના મોત

Social Share

દહેરાદૂનઃ- દિવસેને દિવસે પહાડી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે ઉત્તરાખંડના પીથૌરાગઢ થાકે યાત્રીઓથી ભરેલી એક જીપ ખીણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  પિથોરાગઢ જિલ્લામાં મુંસિયારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ઉંડી ખીણમાં પડી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બે લોકોની હાલ પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર આ જીપમાં લગભગ 12 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 9 લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ સાથે 108 એમ્બ્યુલન્સને પણ અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે, જેથી રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી શકાય.

જાણકારી અનુસાર ઘટના સ્થળે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યાત્રીઓથી ભરેલી જીપ 600 મીટર ઉંડી ખીણમાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જીપમાં સવાર તમામે  તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વરના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા આવી જઈ રહ્યા હતા અને રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.

આ  યાત્રીઓ મંદિરે દર્શન કરવા પહોંચે તે પહેલા જ ખીણ કાળનો કોળીયો બની હતી અને  તેમની જીપ બેકાબૂ થઈને ખાડામાં પડી હતી. જે બાદ સ્થાનિક ગામલોકો ઘટના સ્થળે તરત જ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં  જાણ કરવામાં આવી હતી. જો હજી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી પણ શક્યતા છે હા તો ઘટના સ્થળે બચાવકામગીરી શરુ છે.