Site icon Revoi.in

પીએમ મોદીની સુરક્ષા પર ગંભીર સવાલઃ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં હતો પીએમનો કાફલો, પાકિસ્તાન સરહદ ત્યાથી માત્ર 30 કિમી જ દૂર હતી

Social Share

 

 

દિલ્દીઃ- વિતેલી કાલે પીએમ મોદી પંજાબની મુલાકાતે હતા ત્યારે તેમની સુરક્ષા બાબતે મોટી ચૂંક સામે આવી હતી,તેમણે 20 મિનિટ જેટલો સમય ફ્લાયઓવર પર ઊભું રહેવું પડ્યું હતું જે તેમની સુરક્ષા માટે જોખમ સમાન હતું.તેનું મોટૂ કારણ એ છે કે પીેમ જ્યા ફંસાયા હચતા તે અત્યંત સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે કારણ કે તે સ્થળથી પાકિસ્તાનની સરહદ માત્ર 30 કિલોમીટરની દૂરી પર જ હતી.

અત્યાર સુધી પીએમના કાફલાનો રેકોર્ડ છે કે જે ક્યારેય ક્યા ફસાયો કે અટવાયો કે એટક્યો નથી તેમણે કાલે પંજાબમાં કેટલાક વિરોધીઓની સામે અટકીજવુ પડ્યું. જો કે પીએમ મોદીની સાથે સુરક્ષા તો હતી તેમના આસપાસ એસપીજી કમાન્ડો હતા. આ કમાન્ડોએ વડાપ્રધાનની એસયુવીને ચારે બાજુથી કવર કરી લીધી હતી. પરંતુ તેમના કાફલા સાથે આગળ નીકળવું મુશ્કેલ હતું કારણ કે વિરોધી દ્રારા તેમને રોકવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદલનકારી ઓ દ્રારા પીએમ મોદીના કાફલાને અટકાવવામાં આવતા પીએમ મોદી એ 20 મિનિટ સુધી વરસાદની પંજાબના હુસૈનીવાલાના માર્ગ પર ફ્લાયઓવર પર ફસાવું પડ્યું અને બાદમાં પીએમ મોદીએ યુ-ટર્ન લેવો પડ્યો હતો.આ સાથે જ તેમની ફિરોઝપુરમાં યોજાનારી રેલી રજદ કરાી હતી. આ ઘચનાને લઈને વિતેવલી સાંજથી જ સોશિયલ મીડિયા થી લઈને મીડિયામાં ભારે હંગામો મચ્યો છે તેમની સુરક્ષા બાબતે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે.

પીએમની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે તેનું કારણ કે  ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક જે સ્થળે  વડાપ્રધાનનો કાફલો હાઈવે પર અટવાયો હતો તે પંજાબના તે અત્યંત સંવેદનશીલ ઝોનમાં આવે છે. અહીંથી ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર આવેલી છે. આ વિસ્તારમાંથી ટિફિન બોમ્બ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સતત મળી રહી છે.ત્યારે પીએમ મોદી આવી જગ્યા પર 20 મિનિટ ફસાયા તે તેમની સુરક્ષા પર પંજાબર સરકાર પર મોટા સવાલ ઊભા કરે છે.