સીરમ સંસ્થાએ વિકસાવી દેશની પ્રથમ ન્યૂમોનિયા વેક્સિન – આ સ્વદેશી વેક્સિન વિદેશી કંપનીઓની વેક્સિન કરતા સસ્તી હશે
- ન્યૂમોનિયાની વેક્સિન હવે સ્વદેશી હશે
- આવતા અઠવાજી આરોગ્યમંત્રી કરી શકે છે લોંચ
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ન્યુમોનિયા રોગ માટેની પ્રથમ સ્વદેશી વેક્સિન વિકસાવી છે,જે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન આવતા અઠવાડિયે લોંચ કરી શકે છેસ ત્યાર બાદ તેને મારર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બુધવારના રોજ સૂત્રોએ જણાવ્યું હતું કે વેક્સિન હાલના સમયમાં મળી રહેલી બે વિદેશી કંપનીઓની વેક્સિન કરતા ઘણી સસ્તી હશે. ભારતના ડ્રગ રેગ્યુલેટર પુણે સ્થિત એક સંસ્થા પાસેથી પ્રાપ્ત વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઇ મહિનામાં જ, ‘ન્યુમોકોકલ પીલિસૈક્રાઈડ ક3જુગેટ’ વેક્સિનને માર્કેટમાં લાવવાની મંજૂરી આપી હતી.
આ પહેલા આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે, આ વેક્સિન બાળકોમાં ‘સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનિયા’થી થતાં રોગ પ્રત્યે પ્રતિરોગ ક્ષમતા વધારે છે. સીરમ સંસ્થાએ ભારત અને આફ્રિકાના જાંબિયામાં વેકસનિના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “ન્યૂમોનિયાના ક્ષેત્રમાં આ સ્વદેશમાં વિકસેલ પ્રથમ વેક્સિન છે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે આ વેક્સિન ફાઇઝરની એનવાયએસઈ પીએફઇ અને ગ્લેક્સોસ્મિથક્લાઇનના એલએસઈ જીએસકે કરતા વધુ સસ્તી છે. આરોગ્ય મંત્રીને લખેલા પત્રમાં, સીરમ સંસ્થાના સરકારના નિયામક અને નિયમનકારી બાબતોના અન્ડર ડિરેક્ટર પ્રકાશકુમારસિંહે કહ્યું છે કે, “વિશ્વ માટે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વડા પ્રધાનના સ્વપ્નને પૂર્ણ કરવાનો હંમેશાં અમારો ખાસ પ્રયત્ન રહ્યો છે.
સાહિન-