Site icon Revoi.in

સીરમ સંસ્થાએ કટોકટીના સમયમાં વેક્સિનના ઉપયોગની માંગી મંજુરી-આ માટે અરજી કરનાર સીરમ સંસ્થા પ્રથમ સ્વદેશી કંપની

Social Share

દિલ્હીઃ-બ્રિટનની કંપની ફાઈઝર બાદ હવે સ્વદેશી કંપની સીરમ સંસ્થાએ પણ ઈમરજન્સીના સમયે વેક્સિનના ઇપયોગ કરવા માટે મંજુરી માંગી છે.સીરમ સંસ્થા દ્વારા આ માટે આવેદન કરવામાં આવ્યું છે જે  આમ કરનાર દેશની પ્રથમ કંપની બની છે.

અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ,સીરમ કંપનીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના માટેની વેક્સિન કોવિશિલ્ડનો ઉપયોગ કરવા માટે ભારતીય ઔષધ કન્ટ્રોલર જનરલ એટલે કે,ડીસીજીઆઈની મંજૂરી માંગી છે, જે પુના સ્થિત વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સીરમ કંપનીએ જાહેર હિત અને મહામારી લીધે પૂરતી તબીબી સેવાઓ અપર્યાપ્ત હોવાના અભાવને કારણે  રસીકરણ માટે પરવાનગી માટેનું આવેદન કર્યું છે.

સીરમ કંપનીના અતિરિક્ત ડિરેક્ટર પ્રકાશકુમાર સિંઘે દાખલ કરેલી અરજીમાં વેક્સિનના ચાર તબીબી અધ્યયનને દર્શાવવામાં આવ્યા છે. જેમાં બે બ્રિટનમાં અને એક એક ભારત અને બ્રાઝિલમાં કરવામાં આવ્યું છે.

સાહિન-