- ફાટેલા દૂધમાંથી બનાવો સીરમ
- ખીલ-ડાઘને જડમૂળમાંથી કરશે દૂર
- ચહેરાની ચમકમાં પણ થશે વધારો
દરેક વ્યક્તિને પોતાની ત્વચાની સંભાળ રાખવી ગમે છે. ઉનાળો હોય કે શિયાળો, ત્વચાની ચમક જાળવી રાખવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વાર ઘરમાં દૂધ ફાટી જાય છે.આ ફાટેલા દૂધથી મહિલાઓ ઘણીવાર ઘરે પનીર બનાવીને ઉપયોગ કરે છે. જ્યારે કેટલીક વાર મહિલાઓ આ ફાટેલું દૂધ ફેંકી દે છે. પરંતુ આ પાણીમાં લેક્ટિક એસિડ અને ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
ફાટેલા દૂધને ક્યારેય પણ બેકાર સમજીને ન ફેંકવું જોઈએ નહીં. તે ત્વચા માટે ખૂબ જ ખાસ છે શું તમે જાણો છો કે,ફાટેલા દૂધના પાણીમાંથી સીરમ બનાવી શકાય છે. સીરમ ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે ત્વચાને સાફ કરે છે અને ગ્લો આપે છે. ઘરે બનાવેલા સીરમનો ઉપયોગ કરીને ત્વચાને નરમ, જુવાન અને ચમકદાર બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કે ફાટેલા દૂધમાંથી સીરમ કેવી રીતે બનાવવું અને લગાવવું-
સીરમ બનાવવાની રીત
ઘરે સીરમ બનાવવા માટે તમારે એક કપ કાચું દૂધ, લીંબુ, એક ચમચી ગ્લિસરીન, હળદરની જરૂર પડશે. તેને બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ગરમ કરો, ત્યારબાદ આ દૂધમાં થોડો લીંબુનો રસ ભેળવી દો, તેનાથી દૂધ ફાટી જશે અને પછી તેને ગાળીને બોટલમાં ભરી લો. આ દૂધના પાણીમાં ગ્લિસરીન અને હળદર ઉમેરો. આ પછી, આ મિશ્રણને ફ્રિજમાં રાખો. જો તમારી પાસે પહેલેથી જ ફાટેલું દૂધ હોય, તો તે વધુ સારું છે, આ પછી, તમે આ સીરમનો 2 થી 3 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.
ફાટેલા દૂધના સીરમનો ઉપયોગ કેવી રીતે કરવો
રાત્રે સૂતા પહેલા ચહેરા પર આ હોમમેઇડ સીરમનો ઉપયોગ કરો.જોકે તેનો ઉપયોગ કરતા પહેલા ફેસ વોશથી ચહેરો સાફ કરી લો. ત્યારબાદ કોટનની મદદથી ચહેરા પર સીરમ લગાવો. તમે આ હોમમેડ સીરમને હાથ પર લઈને ચહેરાની મસાજ પણ કરી શકો છો. લગભગ 5 મિનિટ સુધી મસાજ કર્યા પછી, ચહેરા પર આખી રાત રહેવા દો અને પછી બીજા દિવસે સવારે ફેસ સાફ કરી લો.
હોમમેડ સીરમ લગાવવાના ફાયદા
ઘરે બનાવેલું સીરમ લગાવવાથી ચહેરાના ડેડ સેલ રિપેર થાય છે. તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે.ફાટેલા દૂધવાળા સીરમનો ઉપયોગ કરવાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે, સાથે જ ચહેરાની ભેજ પણ જળવાઈ રહે છે. જો તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર ન થઈ રહ્યા હોય, તો તમે આ સીરમનો ઉપયોગ કરી શકો છો.