Site icon Revoi.in

દિવાળીના તહેવારોમાં વધુ ઈમરજન્સી કોલ નોંધાતા હોય 108 સહિત સેવાઓને એલર્ટ કરાઈ

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી સેવાને વધુ કાર્યશીલ બનાવવામાં આવી છે. લોકોને ત્વરિત સેવા મળી રહે તે માટેનું યોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન  હેલ્પ લાઈનનો લોકો બહોળો ઉપયોગ કરતા હોય છે. અને  હેલ્પ લાઈન પર કોલની સંખ્યામાં વધારો થતો હોય છે. તે પછી 108. 1100 કે પછી 181 હેલ્પ લાઈન હોય.  હેલ્પલાઈન સેવામાં દિવાળીના દિવસે 15 થી 20 ટકા. નવા વર્ષે 27ટકા અને ભાઈ બીજે 37 ટકા વધારો નોધાઈ શકે છે તેવું ફોરકાસ્ટ 108 ઇમરજન્સી દ્વારા જાહેર કરાયું છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી દ્વારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે તૈયારી કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. જેમાં 800 એમ્બ્યુલન્સ અને 4500 સ્ટાફ કામ કરે છે. જે 14 વર્ષમાં દર વર્ષે ઇમરજન્સી કોલમાં વધારો થતો હોય છે. તેમાં પણ તહેવાર સમયે કોલમાં વધારો અચૂક નોંધતો હોય છે. એટલું જ નહીં પણ 108 સિવાય અન્ય હેલ્પ લાઈન કે જે 108 ઇમરજન્સી હેડક્વાર્ટર પરથી હેન્ડલ કરવામાં આવી રહી છે. તે હેલ્પ લાઈનમાં પણ કોલમાં વધારો નોંધતો હોવાનું સામે આવ્યું છે. 108 હેલ્પ લાઈનમાં અકસ્માત સહિત ઇમરજન્સી કોલ., તથા  181 મહિલા હેલ્પ લાઈનમાં  ઘરેલુ હિંસા. ડોમેસ્ટિક વાયોલેન્સના વધુ કોલ નોંધાય છે. જ્યારે 104 હેલ્પ લાઈન જે મેડિકલ સલાહ લેવા માટે શરૂ કરાઈ હતી. જે હાલ કોવિડ હેલ્પ લાઈન તરીકે જાહેર કરાઈ છે તેનો પણ હાલ બહોળો ઉપયોગ લોકો કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, મુશ્કેલીના સમયે લોકો હેલ્પ લાઈનનો કેટલી બહોળી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે. તમામ હેલ્પ લાઈનમાં દર વર્ષે 5 થી 7 ટકા કોલમાં વધારો નોંધાતા હોવાનું પણ અધિકારીઓ કહી રહ્યા છે. અને તેમાં પણ તહેવાર સમયે 15 થી 20 ટકા કોલ વધુ નોંધાતા હોવાનું અધિકારીઓ નું માનવું છે. જેને જોતા અધિકારીએ દિવાળી અને તહેવાર સમયે લોકોને સાવધાન રહેવા તેમજ ભીડ એકથી ન કરવા અને નિયમ પાળવા અપીલ કરી છે. સાથે જ તહેવારમાં લોકોને સુવિધા મળી રહે માટે રજા હોવા છતાં 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ જેમાં 4 હજાર સ્ટાફ ફિલ્ડ ડ્યુટી કરશે અને 200 જેટલો સ્ટાફ કોલ સેન્ટરમાં કોલ હેન્ડલ કરશે.