પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરોઃ PM નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ કાર્યક્રમમાં કહ્યું
- આજે પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમ
- PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધન
- પાંચ વર્ષ માટે લક્ષ્ય નક્કી કરો- પીએમ મોદી
દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ આજે પંચાયતી રાજ્ય પરિષદ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમએ કહ્યું કે આપણે દરેક જિલ્લાનું સ્તર વધારવું પડશે. આ માટે 5 વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે કહ્યું કે વર્ષમાં 3 વિષયો નક્કી કરો. તમામ વિભાગો સાથે મળીને કામ કરો. તમે જે પણ કરો તેને જન આંદોલન બનાવો.
પીએમનું કહેવું છે કે, એક વર્ષમાં આપણે 4-5 એવી તકો શોધીએ જેમાં સરકારના નેતૃત્વમાં પંચાયતના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના સામાન્ય લોકો તેમાં જોડાઈ શકે.
આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું, “પહેલાં 70 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી, આજે તે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. અમે 30 હજારથી વધુ નવી જિલ્લા પંચાયતની ઇમારતો બનાવી છે.
વધુમાં PM એ એમ પણ કહ્યું કે અમે સંગઠનમાં માનીએ છીએ,અમે સંસ્કારોમાં વિશ્વાસ કરીએ છીએ,અમે સમર્પણમાં માનીએ છીએ અને અમે સામૂહિક જવાબદારી સાથે સામૂહિકતાના મૂલ્યો સાથે આગળ વધીએ છીએ અને જે જવાબદારી મળે તે માટે સતત પોતાની યોગ્યતા અને પોતાની કુશળતા વધારતા જાવ.
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાએ ‘PM વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે 13,000 કરોડ રૂપિયાનું પ્રારંભિક બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું અને પીએમ વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેઓ 17મી સપ્ટેમ્બરે એક મોટો કાર્યક્રમ યોજીને આ યોજનાને આગળ ધપાવવા જઈ રહ્યા છે. તેનાથી 30 લાખ પરિવારોને ફાયદો થશે.