Site icon Revoi.in

ગોહિલવાડ પંથકમાં વરસાદને લીધે શેત્રૂંજી ડેમની જળ સપાટી 15.8 ફુટે પહોંચી

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં પણ મેઘરાજાની મહેર થતાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમમાં જળ સપાટી વધીને 15.8 ફુટે પહોંચી છે. ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે,  અને ડેમની સપાટી વધતા જાય છે.

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે, જેમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે ધારી ખોડીયાર ડેમ ભરાય ગયો છે, તેના કારણે બે દિવસથી શેત્રુંજી ડેમ ખાતે પાણીની આવક શરૂ થઈ હતી, અને હાલ 4181 ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ છે, જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, આમા, શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લોની સપાટી છે. અત્યારે સુધીમાં 20 ટકા જેટલો ડેમ ભરાયો છે. હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગહી કરી છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. ભારે વરસાદ પડશે તો નદી-નાળાં પણ છલકાય જશે.

આ અંગે જિલ્લાના સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે મંગળવાર સવારે 6 વાગ્યાથી શેત્રુંજી ડેમમાં પાણીની આવત અવિરીત શરૂ રહી છે, જેમાં સવારે 6 વાગે 807 ક્યુસેક ત્યારબાદ ધીમેધીમે 8 વાગ્યા સુધીમાં 2030 ક્યુસેક ત્યારબાદ 10 વાગ્યા આસપાસ આ પાણીનો પ્રવાહ વધી ને 4181 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જેના કારણે ડેમની સપાટી 15.8 ફૂટે પહોંચી હતી, 2181 ક્યુસેક પાણીનો ધીમો પ્રવાહ અવિરત પણે શરૂ છે. (FILE PHOTO)