સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક સાથે સાત પશુઓના મોત થતાં પશુપાલકોની હાલત કફોડી બની છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.રાત્રીના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ સમયે વીજળી ત્રાટકી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વાડામાં બાંધેલા પશુઓ પર વીજળી પડતા એક સાથે સાત પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. ત્યારે પશુપાલકોનો રોજીરોટીનો આધાર છીનવાઇ જતા સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી વ્યાપક માંગ પશુપાલકોએ ઉઠાવી હતી. ત્યારે ખેતી માટે આશિર્વાદ સમો વરસાદ પશુપાલકો માટે આફતનો પહાડ લઇને આવ્યો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.