યમનમાં હુતી વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા- યમને કરી મદદ
- યમનમાં વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા
- કુલ 14 ખલાસીઓને કરાયા આધાજ જેમાંથી 7 ભારતીયો
દિલ્હીઃ- ભારતીય ખલાસીઓ અને જુદા જુદા દેશોના ઓછામાં 14 લોકોને યમનના હુથી બળવાખોરોએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાતના વેપારી જહાજને કબજે કર્યા પછી બંધક બનાવી લીધા હતા.
ત્યારે હવે યમનમાં ધરપકડ કરાયેલા સાત ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે. તેને હુથી વિદ્રોહીઓએ ત્રણ મહિના સુધી ત્યાંજ બંધક બનાવી રાખ્યા હતો. ઓમાનના વિદેશ મંત્રી બદર અલ્બુસૈદીએ વિતેલા દિવસને રવિવારે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં રવિવારે મુક્ત કરાયેલા 14 વિદેશીઓમાં સાત ભારતીય ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર આ વિસ્તાર હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળ છે.
અલ્બુસૈદીના ટ્વીટનો જવાબ આપતાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે મદદ કરવા બદલ ઓમાનનો આભાર માન્યો હતો. જયશંકરે ટ્વીટ કર્યું, “તમારી મદદ અને સહાય માટે મારા મિત્ર બદ્ર અલ્બુસૈદીનો આભાર. ભારતીયો સુરક્ષિત રીતે ઘરે પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છીએ.”
મૂક્ત કરાયેલા લોકોના નામની યમન દ્રાર પુષ્ટી કરવામાં આવી
અલ્બુસૈદીએ સાત ભારતીયો સહિત 14 લોકોની મુક્તિની પુષ્ટિ કરી છે. ઓમાનના વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું, “કપ્તાન કાર્લોસ ડેમાટા, મોહમ્મદ જશીમ ખાન, અયાનચેવ મેકોનેન, દીપાશ મુતા પરમ્બિલ, અખિલ રેઘુ, સૂર્ય હિદાયત પરમા, શ્રીજીત સજીવન, મોહમ્મદ મુનવર સમીર, સંદીપ સિંહ, લ્યુક સાઈમોન અને તેમની પત્ની અને બાળકોની પુષ્ટિ કરી છે. મંગ થાન અને વીરા VSSG વાસમસેટ્ટીને આજે યમનની કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.