પાટણ: ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાધનપુર વારાહી હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય નવ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતા સાત લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના બનાવની જાઓણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા હતા.દરમિયાન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતા રોડ પર ઉભેલા ટ્રક સાથે જીપ અથડાતા જીપમાં સવાર સાત લોકોના મોત નિપજ્યા હતા. તેમજ નવ જેટલા લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની જાણ થતા લોકોએ તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોય છે. તેમજ મૃતકોના નામ હજુ સુધી જાણી શકાયા નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે. કે. મૃતકો રાજસ્થાનના શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે. જીપનું ટાયર ફાટકા જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.