સિકંદરાબાદઃ કાજુ ભરેલી મીની ટ્રક ટી નરસાપુરમ મંડલના બોરમપાલેમથી નિદાદાવોલુ મંડલના તાડીમલ્લા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાજુની બોરીઓ નીચે દટાઈ જવાને કારણે લોકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક મીની ટ્રક પલટી જતા સાત લોકોના મોત થયા છે. આ ઘટના દેવરાપલ્લી મંડળના ચિન્નીગુડેમના ચિલાકા પાકલા વિસ્તારમાં બની હતી. પૂર્વ ગોદાવરી જિલ્લા પોલીસ અધિક્ષક નરસિમ્હા કિશોરે આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે સાત લોકો મૃત્યુ પામ્યા, એક બચી ગયો અને તે ઠીક છે. તે હવે વાત કરી શકે છે.
કાજુથી ભરેલી મિની ટ્રક ટી નરસાપુરમ મંડલના બોરમપાલેમથી નિદાદાવોલુ મંડલના તાડીમલ્લા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાજુની બોરીઓ નીચે દટાઈ જવાને કારણે લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ બોરીઓ નીચેથી મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા