1. Home
  2. ગુજરાતી
  3. બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત
બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

0
Social Share
  • બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત 
  • મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત
  • 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત
  • ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો

કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માત મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યાની આસપાસ થયો હતો. આ અકસ્માત બેંગલુરુ શહેરના કોરમંગલામાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર ખૂબ સ્પીડમાં આવી રહી હતી અને તેના કારણે તે અનિયંત્રિત રીતે ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઈ હતી.

આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલાઓ અને 4 પુરુષો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code