Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ સાતના મોત

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના મથુરા નજીક યમુના એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર અને મોટરકાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા. ડીઝલ ભરેલુ ટેન્કર પલટી ખાઈને મોટરકાર ઉપર પડી હતી. મૃતકો જીંદના સફીદો ગામના હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સફીદો ગામના મનોજભાઈ અને તેમનો પરિવાર મોટરકારમાં યમુના એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતો હતો. દરમિયાન મથુરા નજીક નોઈડા તરફથી પૂરઝડપે આવતા ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર પલટી ખાઈને મનોજભાઈની મોટરકાર ઉપર ખાબક્યું હતું. જેથી કારમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં મનોજભાઈ (ઉ.વ.45), તેમના પત્ની બબીતા, પુત્ર અભય (ઉ.વ. 18), નાનો પુત્ર હેમંત (ઉ.વ.16), કારનો ડ્રાઈવર રાકેશ, હિમાદ્રી (.વ.14) અને કલ્લુ (ઉ.વ. 10)નું મોત થયું હતું.

અકસ્માતની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.