Site icon Revoi.in

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા સાત વિષયો દાખલ કરાશે

Social Share

ગાંધીનગરઃ નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય એ માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવશે. અગાઉ ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ નવી શિક્ષણનીતિ અંતર્ગત 2022-23થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરાશે. એ અંતર્ગત 2022-23થી ધો.6-7-9માં શરૂ કરાશે, ત્યાર બાદ 2023-24થી ધો. 8-10માં શીખવાડાશે. આ ઉપરાંત જરૂર પ્રમાણે વિવિધ ધોરણોમાં બ્રિજ કોર્સ પણ શરૂ કરાશે, જેથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવામાં મુશ્કેલી પડે નહીં. સ્કૂલોનાં વિવિધ ધોરણોમાં તબક્કાવાર વૈદિક ગણિત શિખવાડાશે, જેનો આગામી શૈક્ષણિક સત્રથી અમલ કરાશે. પ્રથમ ધો. 6-7-9માં અમલ કરાશે, સાથે જ 2022-23માં ધો.7 અને 9માં બ્રિજ કોર્સ શરૂ કરાશે. ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે.

રાજ્ય સરકારે જે સાત નવા વિષયો અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં  એગ્રીકલ્ચર, એપરલ & મેડ ups & હોમ ફર્નીશીંગ,  ઓટોમોટિવ, બ્યુટી એન્ડ વેલનેસ,  ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર, રિટેઇલ, તેમજ  ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટીનો સમાવેશ થાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા મોકૂફ રાખી છે. અગાઉ ધોરણ 9 થી ધોરણ 12 ની પ્રિલિમિનરી પરીક્ષા 27 જાન્યુઆરી, 2022 થી યોજાવાની હતી, પરંતુ હવે તે 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.