- અરૂણાચલપ્રદેશના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા
- ભારતીય સુરક્ષા જવનો પેટ્રોલીંગ કરતી હતી
નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હીમવર્ષા થઈ રહી છે. દરમિયાન કામંગ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે હિમસ્ખલન થતા કેટલાક જવાનો ફસાયાં હતા. આ બનાવની જાણ થતા જ આ બનાવોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં સેનાના સાત જવાનો હિમસ્ખલનની લપેટમાં આવી ગયા છે. તેમજ તેમની શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હિમસ્ખલનની ઘટના રાજ્યના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં બની હતી. ગુમ થયેલા જવાનો પેટ્રોલિંગ કરી રહેલી ટીમનો ભાગ હતા. તેઓ હિમપ્રપાતનો ભોગ બન્યા. એક સૂત્રએ જણાવ્યું કે સૈનિકોની શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નિષ્ણાતોની એક ટીમ વિમાન દ્વારા ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, જેથી બચાવ કાર્યમાં તેમની સેવાઓ લઈ શકાય. આ વિસ્તારમાં હવામાન ખરાબ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે, તેથી બચાવ કામગીરીને પણ અસર થઈ શકે છે.