Site icon Revoi.in

ICCની અંતિમ 7 ટૂનાર્મેન્ટમાં દુનિયાને મળ્યા સાત ચેમ્પિયન દેશ

Social Share

દિલ્હીઃ તા. 23મી જૂનના રોજ દુનિયાને ટેસ્ચ ચેમ્પિયન ટીમ મળી છે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. ભારતીય ટીમને ફાઈનલમાં કેન વિલિયમ્સનની આગેવાનીમાં ન્યૂઝીવેન્ડે પરાજય આપ્યો હતો. લગભગ બે દાયકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ કોઈ ટીમ ICC ટુર્નામેન્ટ જીતી છે. જો કે, છેલ્લા વિશ્વ કપમાં ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી.

વર્ષ 2013થી વર્ષ 2021 સુધી ICC ની કુલ 7 ટૂર્નામેન્ટ રમાઈ હતી. આ તમામ ટૂર્નામેન્ટમાં અલગ-અલગ દેશની ટીમો વિજય મેળવ્યો છે. કોઈ એક ટીમ બે વાર આઈસીસીનું ટાઈટલ સાત વર્ષના સમયગાળામાં જીતી નથી. જે બતાવે છે કે, હવે ક્રિકેટની રમત વધારે હરિફાઈભરી બની ગઈ છે. ભારતથી લઈને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકાની ટીમોએ ICC ના ટાઈટલ સાત વર્ષમાં જીત્યાં છે.

સાત વર્ષના સમયગાળામાં ICC ટૂર્નામેન્ટ વિજેતા ટીમની યાદી

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા પ્રથમવાર 1984માં કપિલ દેવની આગેવાનીમાં પ્રથમવાર વિશ્વકપ જીત્યું હતું. ત્યાર બાદ ધોનીની આગેવાનીમાં ભારતે  ટી-20 વિશ્વકપ, 2011માં વિશ્વકપ અને ચેમ્પિયન ટ્રોફી જીત્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમવાર વર્ષ 2019માં આસીસી વિશ્વકપમાં વિજયી થઈ હતી.

(તસવીરઃ ICC)