દિલ્હીઃ છેલ્લા 4 દિવસથી ચક્રવાત હામૂનને લીને હવામાન વિભાગ એલર્ટ જારી કર્યું છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત હામુન હવે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તે ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને આજે બપોર સુધીમાં બાંગ્લાદેશમાં ખેઉપારા અને ચિત્તાગોંગ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા છે.
હવામન વિભાગની જાણકારી પ્રમાણે ઓડિશા અને તમિલનાડુના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ એ કહ્યું કે ભારતમાં તેની વધારે અસર નહીં થાય, ઓડિશામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. IMDએ જણાવ્યું હતું કે હમૂન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત હતું.
. હાલમાં ચક્રવાત 65-70 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યું છે. ઓડિશામાં માછીમારોને બુધવાર સુધી દરિયામાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે. તે જ સમયે, માછીમારોને ‘હમૂન’ વિશે ચેતવણી આપવા માટે તમિલનાડુના રામેશ્વરમમાં પમ્બન બંદર પર ‘સ્ટ્રોમ વોર્નિંગ કેજ નંબર 2’ સ્થાપિત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, ચક્રવાત સમયે, ચક્રવાત ચેતવણી ‘તોફાન ચેતવણી કેજ’ નંબરો 1 થી 11 સુધી સ્થાપિત કરવામાં આવે છે. કેજ નંબર 2 ચક્રવાત નજીક આવવાની ચેતવણી આપે છે. જેમાં માછીમારોને દરિયામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે અને બંદરોમાં હાજર જહાજોને બહાર કાઢવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આ ચક્રવાત છેલ્લા છ કલાકથી 18 કિમીની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું. આ પછી જ તે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું. હવે તે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરશે, ત્યારબાદ તેની ઝડપ ઘટવા લાગશે અને બુધવારે જ્યારે તે દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની સ્થિતિ ગંભીર દબાણ વિસ્તાર જેવી હશે, જેમાં જોરદાર પવન ફૂંકાય છે, પરંતુ વધારે નુકસાન થવાનું જોખમ નથી.
હવામાન વિભાગે કહ્યું કે જ્યારે ચક્રવાત સમુદ્રમાં પસાર થશે ત્યારે તે ઓડિશાના કિનારેથી લગભગ 200 કિલોમીટર દૂર રહેશે, તેથી રાજ્યમાં તેની કોઈ ગંભીર અસર નહીં થાય. ભારે વરસાદના કારણે પુથનાર કેનાલ તૂટી તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પુથનાર કેનાલમાં અચાનક પાણી વધુ પડ્યું હતું. જેના કારણે થકલે પાસે કેનાલ તૂટી ગઈ છે. જેને જોતા જિલ્લા પ્રશાસને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.