એક સમયે, સેક્સ વર્કર તરીકે લિસા લુઇસ લોકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. પરંતુ, હવે તે જાહેર જીવનમાં પોતાનું આગવું સ્થાન બનાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. આકર્ષક વસ્ત્રો પહેરીને 38 વર્ષીય લિસા બિકિની સ્ટ્રિપર અને સેક્સ વર્કરનું નામ હટાવીને રાજકારણમાં પોતાની ઓળખ બનાવવા માટે તત્પર છે. હવે તે ન્યૂઝીલેન્ડના ચોથા મોટા શહેર હેમિલ્ટનના મેયર બનવાની તૈયારીમાં જોતરાય ગઈ છે. જો તમે ગૂગલમાં લિસા લુઇસને સર્ચ કરશો તો સેક્સ વર્કરથી લઈને સ્ટ્રીપર સુધીના તમામ ફોટોઝ અને માહિતી તમારી સામે આવશે. લીસાએ 2010 માં પણ ચૂંટણી લડી હતી, પરંતુ તે ચોથા સ્થાને રહી હતી અને તેને માત્ર 987 વૉટ મળ્યા હતા. જ્યારે વિજેતા ઉમેદવારની પાસે 12,000 વૉટ હતા.
‘સ્ટફ’ માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં લુઇસ કહે છે, “કેટલાક લોકોએ કહ્યું હતું કે તે સમયે આ વાત મે એટલી ગંભારતાથી નહોતી લીધી જેટલી ગંભીરતાથી લેવી જોઈએ.” આ વર્તમાન સમયમાં લુઇસની આજુબાજુ વ્યાવસાયિક અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. તેમની પાસે ફ્લાયર્સ, સ્ટીકરો, બિલબોર્ડ અને એક વેબસાઇટ પણ છે. લુઇસનું અભિયાન સ્વ ભંડોળનું છે, જેનો તે સ્વીકાર પણ કરે છે. તે તેની વેબસાઇટ પર લોકો પાસેથી ફાળો લઈ રહી છે. તેમની નીતિ દરખાસ્ત સૂચિમાં આબોહવા પરિવર્તન, યુવાની તંગી, મકાનોની તંગી અને સેન્ટ્રલ બિઝનેસ કાર પાર્કિંગ ઘટાડવાનો સમાવેશ થાય છે
લુઈસ વૃદ્ધો માટે કઈક સારુ કરવાની વાત કરે છે, વૃદ્ધો માટે તે મફ્તમાં બસની મુસાફરીથી લઈને કેટલીક સૂવિધાઓ આપવાની વાત કરી રહી છે,હેમિલેટનના મેયરના બાકી દાવેદારોમાં એંડ્રયૂ કિંગ, જૈક ગિલેન,એંજેલા ઓલેરી,જેમ્સ કૈસન,સુઈસ હટ્ટ,પાઉલા સાઉથગેટ ને માઈક વેસ્ટનો સમાવેશ થાય છે.