અમદાવાદઃ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના 30 હજાર કરતા વધારે કરદાતાઓને નોટિસ અપાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ નોટિસ બે રિટર્નમાં આવેલા તફાવત તેમજ ઓનલાઇન દેખાતી આઇટીસીની તફાવતને લઇને આપવામાં આવી છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર જેટલા કરદાતાઓને 2017-18થી 2019-20ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેકસ વચ્ચે તફાવત હોવાના કારણે જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરતી નોટિસ આપી છે. વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતના આધારે જીએસટીની માગણી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટી દ્વારા ઓનલાઈન ભરાયેલા રિટર્ન અંગે સ્કુટીની કરવામાં આવી રહી છે. દરમિયાન રિટર્ન અને ઓનલાઈન દેખાતી આઈટીસી વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. આથી સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર જેટલા કરદાતાઓને 2017-18થી 2019-20ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેકસ વચ્ચે તફાવત હોવાના કારણે જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરતી નોટિસ આપી છે. વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતના આધારે જીએસટીની માગણી કરવામાં આવી છે. આ માગણી જીએસટીના રિટર્નમાં દર્શાવેલી ક્રેડિટ નોટને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવી છે. જેને લઇને કરોડો રૂપિયાની માગણી આ નોટિસ દ્વારા કરવામાં આવી છે. આમ આને લઇને કરદાતાઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ ઊભી કરી દેવામાં આવતા મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના સંક્રમણને લીધે વેપારીઓને મંદીનો ડર અનુભવાઈ રહ્યો છે. ત્યાં જ સ્ટેટ જીએસટી દ્વારા નોટિસ ફટકારાતા વેપારી કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે.