પાકિસ્તાનમાં કરાચીની આર્ટ્સ કાઉન્સિલે બોલીવુડની અભિનેત્રી શબાના આઝમી અને તેમના પતિ અને પટકથા લેખક જાવેદ અખ્તરને જાણીતા શાયર કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે.
આર્ટ્સ કાઉન્સિલના એક પદાધિકારીએ કહ્યુ છે કે તેમણે કૈફી આઝમીના પુત્રી શબાના આઝમી અને તેમના પતિ જાવેદ અખ્તરને ભારતની કેટલીક અન્ય જાણીતી શખ્સિયતો સાથે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. તેમણે કહ્યુ છે કે અખ્તર અને ઝામીએ પુષ્ટિ કરી છે કે તેઓ કાર્યક્રમમં સામેલ થવા માટે કરાચી આવશે. આ કાર્યક્રમ 23 અને 2 ફેબ્રુઆરીએ આર્ટ્સ કાઉન્સિલમાં આયોજીત કરવામાં આવ્યો છે. કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ માટેના કરાચી ખાતેના કાર્યક્રમને તેમની પુત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તર સંબોધિત પણ કરશે. કાઉન્સિલના સચિવ એઝાઝ ફારુકીએ કહ્યુ છે કે આ ભારતના ઉલ્લેખનીય અને લોકપ્રિય લેખકો, શાયરો તથા કલાકારો માટે પોતાના પાકિસ્તાની સમકક્ષો સાથે વાતચીત કરવાનો એક શાનદાર મોકો છે.
દિવંગત કૈફી આઝમી શબાના આઝમીના પિતા છે. શબાના પહેલા જાવેદ અખ્તરે 17 વર્ષની વયની સ્ક્રિપ્ટ રાઈટર અને અભિનેત્રી હની ઈરાની સાથે નિકાહ કર્યા હતા. નિકાહ વખતે જાવેદ અખ્તર બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે આકરો સંઘર્ષ કરી રહ્યા હતા. તે વખતે તેમની ફિલ્મ જંજીર રિલીઝ થઈ હતી. તેના કારણે જાવેદ અખ્તરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે ઠીકઠીક ઓળખ પ્રાપ્ત થઈ હતી.
સફળ થયા બાદ જાવેદ અખ્તરને દારૂની લત લાગી હતી. તેઓ પોતાની કવિતાઓ સંભળાવવા માટે મશહૂર શાયર કૈઝી આઝમીના ઘરે જવા લાગ્યા હતા. બસ અહીંથી શબાના આઝમી અને જાવેદ અખ્તરની પ્રેમકહાણી શરૂ થઈ હતી. જો કે જાવેદ અખ્તર પરણિત હતા અને શબાના આઝમીના પરિવારને બંને વચ્ચેની ઘનિષ્ઠતા પસંદ ન હતી.
આમા શબાના અને જાવેદ અખ્તર વચ્ચેના પ્રેમ પ્રકરણની જાણકારી તેમની પત્ની હની ઈરાનીને થઈ હતી. તેના પછી બંને વચ્ચે લડાઈઓ થવા લાગી અને જ્યારે હની ઈરાનીને એવું લાગ્યું કે તેના પતિ તેને પ્રેમ કરતા નથી, ત્યારે તેણે ખુદ જાવેદ અખ્તરને શબાના આઝમી પાસે જવા માટે કહી દીધું હતું. બે બાળકોની માતા હની ઈરાનીએ પોતાના સંતાનોની જવાબદારી પોતાના સિરે જ રાખી હત. પરંતુ જાવેદ અખ્તર અને શબાના આઝમીની લવસ્ટોરીમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો હતો. શબાનાના પિતા કૈફી આઝમી જાવેદ અને શબાનાના નિકાહ માટે તૈયાર હતા. પરંતુ શબાનાના માતા શૌકત આઝમી જાવેદ સાથે પોતાની પુત્રીના નિકાહ માટે તૈયાર ન હતા. શૌકતને ઘણાં દિવસો સુધી મનાવવાની કોશિશો વચ્ચે બાદમાં કૈફી આઝમીએ શબાના અને જાવેદના સંબંધો પર હામી ભરી હતી. પહેલી પત્ની હની ઈરાની સાથે તલાક લીધા બાદ જાવેદ અખ્તરે 9મી ડિસેમ્બર- 198ના રોજ શબાના આઝમી સાથે નિકાહ કર્યા હતા.