Site icon Revoi.in

શબાના આઝમીને ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડથી સન્માનિત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને મહિલા અધિકારો માટે પ્રચારક તરીકે ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. અભિનેત્રી વાર્ષિક UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (UKAFF)માં સિનેમામાં તેના 50 વર્ષની ઉજવણી કરવા લંડનમાં હતી. આ દરમિયાન તેમને એક કાર્યક્રમમાં સન્માન મળ્યું હતું. આ એવોર્ડ જીવનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.

શબાના આઝમીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. લંડનમાં સન્માન મેળવ્યા બાદશબાના આઝમીએ કહ્યું, ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડ મેળવીને હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું. તે સિનેમા અને સક્રિયતાની શક્તિનો પુરાવો છે કે આપણે સીમાઓ પાર કરી સમાજ પર અર્થપૂર્ણ અસર કરી શકીએ છીએ.’ તેણે કહ્યું, ‘હું આ માન્યતા માટે આભારી છું અને હકારાત્મક પરિવર્તનની હિમાયત કરવા માટે હંમેશા મારા અવાજ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છું.’

શબાના આઝમીને ગયા અઠવાડિયે એક સમારોહમાં ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેણે લંડન અથવા જાહેર જીવનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય તેને ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કાર આપવામાં આવે છે.

એવોર્ડ મેળવીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છુંઃ શબાના આઝમી

આઝમીએ કહ્યું, ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ મેળવીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. તે સિનેમાની શક્તિનો પુરાવો છે કે આપણે સીમાઓ ઓળંગી શકીએ છીએ અને સમાજ પર અર્થપૂર્ણ અસર કરી શકીએ છીએ.