Site icon Revoi.in

શાહરુખ ખાન મહિલા ક્રિકેટ ટીમના માલિક બન્યા,ટ્વિટર પર શેર કર્યો પોતાનો ઉત્સાહ

Social Share

મુંબઈ:સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર ઈન્ડસ્ટ્રીનો પાવરફુલ હીરો નથી, પરંતુ તે સ્પોર્ટ્સ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે.તે IPLની કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ માલિક છે.ત્યાં હવે અભિનેતા મહિલા ક્રિકેટ ટીમના માલિક બની ગયા છે. તેમની મહિલા ટીમનું નામ KKR જેવું જ રાખવામાં આવ્યું છે.

રિપોર્ટસ અનુસાર નવી મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષ યોજાનારી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગના ઉદ્ધાટનમાં સામેલ થશે,શાહરૂખ ખાને તેની મહિલા ક્રિકેટ ટીમનું નામ TKR (Trinbago Knight Riders) રાખ્યું છે.ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાને તેમની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 30 ઓગસ્ટથી શરુ થનારા WCPમાં મહિલા ક્રિકેટ ટીમને લાઈવ રમતા જોવા માંગે છે, તેમણે લખ્યું કે, ‘@KKRiders @ADKRiders પર અમારા બધા માટે આ ખુશીની ક્ષણ છે અને ચોક્કસપણે @TKRiders લોકોનો એક સુંદર સમૂહ છે આશા છે કે હું તેને લાઈવ જોવા માટે ત્યાં રહીશ.’

શાહરૂખ ખાનની આ ટીમ કેરેબિયન પ્રીમિયર લીગની પ્રથમ મેચ રમવા જઈ રહી છે જે ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે.

જો શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહરુખ ખાન ટુંક સમયમાં જ બહુપ્રતીક્ષિત ફિલ્મ પઠાણમાં જોવા મળશે.આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.