Site icon Revoi.in

શાહરુખ ખાન-દિપીકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નું સોંગ ‘બે શર્મરંગ’ કોન્ટ્રોવર્સી વચ્ચે પણ ટોપ 5 માં નંબર 1 પર

Social Share

મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કહો કે કિંગ ખાન તેમની ફિલ્મ પઠામ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે,જો કે આ ફિલ્મ રિલીધ પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે,ફિલ્મમાં દિપીકા પાદુકોણે ઓરેન્જ કલરની બીકીની પહેરી હતી જેને લઈને હિન્દુ સંગઠનો દ્રારા તેનો સતત અને સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો.

પઠાણ ફિલ્મનું સોંગ બે શર્મ રંગનો ખૂબ વિરોધ અને વિવાદ સર્જાયો જો કે આટલા વિરોધ વચ્ચે હવે આ ફિલ્મના સોંગે ટોપ 5 સોંગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.ત્યારે હવે ફિલ્મ રિલીઝ થશે ત્યારે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.મીડિયા ફર્મ ઓરમેક્સે તેની નવી યાદી બહાર પાડી છે, જેમાં બેશરમ રંગ મનપસંદ ગીતોની યાદીમાં પ્રથમ ક્રમે છે. શાહરૂખ અને દીપિકાના ફેન્સ આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જશે.

ફિલ્મ પઠાણનું ગીત બેશરમ રંગ ઓરમેક્સ મીડિયા દ્વારા રિલીઝ કરવામાં આવેલા સૌથી ફેવરિટ ગીતોની યાદીમાં  આ સોંદ પ્રથમ ક્રમે છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, તેને યુટ્યુબ પર 199 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ પછી બીજા નંબરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની કેસરિયા છે.
https://twitter.com/OrmaxMedia/status/1613151374656811008?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1613151374656811008%7Ctwgr%5E0d991330482db7dafe3f61cf3ea5a30aa40a9894%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fbollywood%2Fdeepika-padukone-besharam-rang-became-the-most-favorite-song-pathaan-songs-in-top-5-list-3684856

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પોસ્ટરો ફાડી કાઢવામાં આવ્યા હતા ,અનેક લોકો દ્રારા ફિલ્મ બોયકોટની પણ માંગ કરવામાં આવી હતી જો કે હવે ફઇલ્મનું સોંગ હિટ જઈ રહ્યું છે ત્યારે આશઆ સેવાઈ સરહી છે કે વિરોધ વચ્ચે પણ દિપીકા અને શાહરુખની ફિલ્મને મોટા પ્રમાણ દર્શકો મળી શકે છે.

જો કે મહત્વની વાત એ છે કે આ જ લીસ્ટમાં ત્રીજા નંબરે પણ પઢાણનું સોંગ આવ્યું છે, ઝુમે જો પઠાણ આ સોંગને આ યાદીમાં ત્રીજુ સ્થાન બનાવ્યું છે ચોથા નંબર પર વરુણ ધવનની ફિલ્મ ભેડિયા કા અપના બના લેનું ગીત છે. પાંચમા નંબરે કિંગ અને નતાશા બીનું ગીત માન મેરી જાન છે, આ રીતે ફિલ્મ પઠાણના બંને ગીતો હિટ થઈ રહ્યા છે ત્યારે આ ફિલ્મનું ટ્રેલર પણ આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ સમયે, ટ્રેલરને 1 દિવસમાં 36 મિલિયન વ્યૂઝ મળ્યા છે.