શાહરુખ ખાનની ફિલ્મ જવાને તોડ્યા આ રેકોર્ડ, 375 કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરી
મુંબઈઃ- 7 સપુ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં બોલિવૂડ ફિલ્મ જવાન રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યારે ફિલ્મના ચોથે દિવસે એટલે કે રવિવારના રોજ ફિલ્મે બાજી મારી છે હવે તે અનેક ફિલ્મના રેકોર્ડ તોડા રહી છે તો સાથે જ એક વિકમાં ગદર 2ની કમાણીને ટક્કર આપે તેવી શક્યતાો જોવા મળી રહી છે.
શાહરૂખ ખાનની આ ફિલ્મ પોતાના જ કલેક્શનના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મે દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે. રવિવારે શાહરૂખ ખાનની ફિલ્મે એટલી કમાણી કરી છે કે દરેકને આશ્ચર્ય થયું છે. તમામ ભાષાઓમાં ફિલ્મનું રવિવારનું કલેક્શન 81 કરોડ રૂપિયા નોંઘાયું હતું.
શાહરૂખ ખાનની ‘જવાન’ રિલીઝ થયા બાદ દરરોજ ઈતિહાસ રચી રહી છે. કિંગ ખાને પણ તેની પાછલી બ્લોકબસ્ટર પઠાણને તેની જવાનની રિલીઝ સાથે પાછળ છોડી દીધી છે. ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં ગાંડો થઈ રહ્યો છે અને ‘જવાન’નો દરેક શો સિનેમાઘરોમાં હાઉસફુલ થઈ રહ્યો છે.
આ ફિલ્મે ભારતમાં 75 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, જેમાંથી 65.5 કરોડ રૂપિયા હિન્દીમાંથી અને બાકીની તમિલ અને તેલુગુ વર્ઝનમાંથી કમાણી કરી હતી. ફિલ્મે શુક્રવારે રૂ. 53.23 કરોડ અને શનિવારે રૂ. 77.83 કરોડનું કલેક્શન કર્યું હતું.ત્યારે વિકેન્ડમાં પણ ફિલ્મે જોરદાર કમાણી કરી છે.
ફિલ્મ જવાન એ તેની રિલીઝના ચોથા દિવસે 81 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જેમાંથી ફિલ્મે હિન્દી ભાષામાંથી 72 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મનું કુલ કલેક્શન અંદાજે 287 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે ત્યારે હવે ‘જવાન’ પહેલા અઠવાડિયામાં ગદર 2નો રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે.