શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝના 13 દિવસ બાદ ભારતીય બોક્સ ઓફીસ પર 500 કરોડની ક્લબમાં સામેલ થઈ
મુંબઈઃ- શાહરુખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે રિલીઝ પહેલા જ લાખોની કમાણી કરી હતી ત્યારે બાદ રિલીઝ થયા પછી ફિલ્મ સુપર હિટ રહી હતી. ત્યારે હવે જવાન ફિલ્મ માત્ર દેશમાં જ નહી વિદેશમાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે.
ફલ્મ જવાને જ્યા વર્લ્ડવાઈડ 800 કરોડને પાર કમાણી કરી લીધી છે ત્યારે સ્થઆનિક બોક્સ ઓફીસ પર રિલીઝના 13માં દિવસે આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.‘જવાન’ના તોફાને બોક્સ ઓફિસ પર જોરદાર રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મે સૌથી ઝડપી સમયમાં વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે શાહરૂખ ખાન સામે પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડવાનો પડકાર છે.
ગણેશ ચતુર્થીના દિવસે શાહરૂખ ખાન જવાને ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. જવાને તેની રિલીઝના 13માં દિવસે ભારતમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. 13મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો જવાને લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ સહીત આ પહેલા સોમવારે ફિલ્મે 16 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલી દ્વારા નિર્દેશિત જવાનની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, નયનથારા અને વિજય સેતુપતિની મજબૂત ભૂમિકા છે. જવાનનું વિદેશમાં કલેક્શન 290 કરોડને પાર કરી ગયું છે. જવાનનું વિશ્વભરમાં કલેક્શન 883 કરોડ રૂપિયાને વટાવી ગયું છે.