પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત
નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની દાણચોરો સરહદ પાર ભારતમાં ડ્રગ્સ મોકલવા માટે ડ્રોનનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.
Big disclosure by PM’s advisor Malik Muhammad Ahmad Khan. Smugglers using drones In the flood affected areas of Kasur near Pakistan-India border to transport Heroin. He demanded a special package for the rehabilitation of the flood victims otherwise victims will join smugglers. pic.twitter.com/HhWNSNuiKp
— Hamid Mir حامد میر (@HamidMirPAK) July 17, 2023
અધિકારીની કબૂલાત એ બતાવવા માટે પૂરતી છે કે, પાકિસ્તાની દાણચોરો ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવા માટે કેવી રીતે હાઇટેક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. PM શહેબાઝ શરીફના વિશેષ સંરક્ષણ સહાયક, મલિક મોહમ્મદ અહમદ ખાને ભારતના પંજાબ રાજ્યની સરહદે આવેલા કસુર શહેરમાં પાકિસ્તાની પત્રકાર હામિદ મીરને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું છે કે, ભારતમાં ડ્રોન દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ખાન કસુરથી પ્રાંતીય એસેમ્બલી (MPA)ના સભ્ય છે. હામિદ મીરે 17મી જુલાઈએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વિડિયોમાં તેમણે ખાનને કાસુરમાં સરહદ પાર થઈ રહેલી ડ્રગ્સની દાણચોરી પર સવાલ પૂછ્યો હતો.. ખાન આનો હકારાત્મક જવાબ આપે છે.
ખાને કહ્યું, ‘હા, અને સત્ય ઘણું ડરામણું છે. તાજેતરમાં જ એવી બે ઘટનાઓ બની છે જેમાં દરેક ડ્રોનમાં 10 કિલો હેરોઈન બાંધીને ફેંકી દેવામાં આવ્યું હતું. એજન્સીઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે. મીરે જે કેપ્શન સાથે આ વીડિયો ટ્વીટ કર્યો છે તે પણ ખૂબ જ પ્રોટેક્ટિવ છે. મીરે લખ્યું, ‘પીએમના સલાહકાર મલિક મોહમ્મદ અહેમદ ખાન દ્વારા મોટો ખુલાસો. પાકિસ્તાન-ભારત સરહદ નજીકના કાસુરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેરોઈન પહોંચાડવા માટે દાણચોરો ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પૂર પીડિતોના પુનર્વસન માટે વિશેષ પેકેજની માગણી કરી, અન્યથા પીડિતો તસ્કરો સાથે જોડાશે.
કસુર ભારતના પંજાબ રાજ્યમાં ખેમકરણ અને ફિરોઝપુરની બરાબર સામે છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં, પંજાબ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એકલા ફિરોઝપુર જિલ્લામાં જુલાઈ 2022 થી 2023 સુધીમાં NDPS એક્ટ હેઠળ 795 FIR નોંધવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે, મોટાભાગના ડ્રગ્સ પંજાબના જિલ્લાઓમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા જે પાકિસ્તાનની સરહદે છે. હામિદ મીરે એક ભારતીય ન્યૂઝ પેપરને કહ્યું હતું કે, ખાનની ટિપ્પણી એ પ્રથમ કબૂલાત છે. આ દર્શાવે છે કે ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સત્ય છે અને ખાનની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.