ભારતને મદદ માટે વિનંતી કરનારા શહબાઝ શરીફનો પાકા.માં જ વિરોધ, ઈમરાનની પાર્ટીના નેતાએ શરીફને જોકર કહ્યાં
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિપક્ષી દળોના નિશાના પર વડાપ્રધાન શહબાઝ શરીફ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનના પીએમ સમગ્ર વિશ્વની મદદ માંગી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે ભારત પાસે મદદની વિનંતી પણ કરી છે. તેમજ યુએઆઈને ભારત સાથે મિત્રતા માટે દરમિયાનગીરી કરવા શરીફે અપીલ કરી છે. શરીફના અપીલનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે. તેમજ વિરોધી રાજકીયપક્ષોએ શરીફ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાન પાર્ટીના પૂર્વ મંત્રીએ પોતાના દેશના પીએમ શરીફને જોકર કહ્યાં છે.
વિપક્ષના નેતા અને ઈમરાન ખાન સરકારમાં મંત્રી શિરીન મજારીએ તો શહેબાઝ શરીફને જોકર કહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાએ કહ્યું છે કે પીએમએ એવા મુદ્દાઓ પર બોલવાનું ટાળવું જોઈએ જેના પર તેમના વિચારોમાં કોઈ સ્પષ્ટતા નથી. જેમની પાસેથી દેશનું મૂલ્ય વપરાય છે.
મજારીએ એક ટ્વીટમાં કહ્યું છે કે આયાતી પીએમના નામે આપણી પાસે જે ‘જોકર્સ’ છે તેઓએ ખરેખર એવા મુદ્દાઓ પર વાત કરવાનું બંધ કરવું જોઈએ જ્યાં તેમની પાસે વિચારની સ્પષ્ટતા નથી અને જે ફક્ત પાકિસ્તાનને નબળું પાડે છે. તે ભારતને વિનંતી કરે છે કે પાકિસ્તાને ‘તેનો પાઠ શીખ્યો’ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. જો કે, મોટાભાગના દેશો ભારત સાથેના સંબંધમાં ખટાશ ન આવે તે માટે પાકિસ્તાનથી અંતર રાખવાનું પસંદ કરી રહ્યાં છે. પીએમ શરીફે ભારત પાસે મદદની વિનંતી કરતા ભારતે પણ પહેલા આતંકવાદ ખતમ કરવા સૂચન કર્યું છે. ભારત સહિત દુનિયાના તમામ દેશો જાણે છે કે, આતંકવાદીઓને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે.