- શાહિદ આફ્રિદીએ કરી ભવિષ્યવાણી
- T20 વર્લ્ડ કપની ફાઈનલ આ બંને ટીમો વચ્ચે થશે
- ટી20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટની પણ જાહેરાત કરી
મુંબઈ:થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે T20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટ વિશે પોતાની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં હશે અને ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.પોન્ટિંગની આ ખાસ ભવિષ્યવાણી બાદ હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ અને કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ ટી20 વર્લ્ડ કપને લઈને તેની તરફથી ભવિષ્યવાણી કરી છે.આફ્રિદીએ તેના વતી ટી20 વર્લ્ડ કપ 2022ના ફાઇનલિસ્ટની પણ જાહેરાત કરી છે.
પૂર્વ પાકિસ્તાની કેપ્ટને પોતાનો અભિપ્રાય આપ્યો છે. આફ્રિદીએ સ્વીકાર્યું છે કે,આ વખતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચશે.જો કે આફ્રિદીએ એ નથી કહ્યું કે,અંતમાં કોણ ચેમ્પિયન બનશે, પરંતુ તેના તરફથી ફાઇનલિસ્ટ વિશે ચોક્કસ આગાહી કરી છે.
આ સિવાય આફ્રિદીએ વિરાટ કોહલીના ફોર્મ વિશે પણ વાત કરી અને કહ્યું કે,શું કોહલીમાં હજુ પણ પહેલા જેવો જ રેકોર્ડ બનાવવાની ઈચ્છા છે. આફ્રિદીએ કહ્યું કે,કોહલીએ વધુ રન બનાવવા પડશે.દરેકને તેની પાસેથી આશા છે.પૂર્વ પાકિસ્તાની કેપ્ટને વધુમાં કહ્યું કે,શું કોહલીની અંદર જે જુસ્સો ફરી નંબર વન હતો, તે બાકી છે.
હકીકતમાં, તાજેતરના સમયમાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ મોટો સ્કોર કરી શક્યો નથી. આ જ કારણ છે કે પ્રશંસકો અને ટીકાકારો સતત વિરાટ કોહલીના ફોર્મને લઈને ચર્ચા કરી રહ્યા છે.હવે કોહલી એશિયા કપ 2022માં ભારતીય ટીમ સાથે જોડાશે.આ વર્ષે ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ રમાશે જે ઓસ્ટ્રેલિયામાં રમાશે.