શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન , હવે વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં
મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જન્માષ્ટમીના રોજ રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યાર બાદ હવે રિલીઝના 18મા દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી છે બોક્સ ઓફીસ પર હવે વર્લ્ડ વાઈડ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે.
ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, સંજય દત્તની મહેનત આખરે રંગ લાવી છે. સતત 17 દિવસ સુધી જોરદાર કમાણી કર્યા પછી, જવાને તેના 18માં દિવસે પણ જોરદાર કલેક્શન કર્યું.
આ ફિલ્મે પહેલા દિવસે 75 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે તેના પહેલા સપ્તાહમાં જ 389.88 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. બીજા સપ્તાહમાં પણ જાદુ છવાયો હતો અને બીજા સપ્તાહમાં ફિલ્મ જવાને 136.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.
આ સાથે જ વિતેલા દિવસે વિવારે ફિલ્મનો 18મો દિવસ હતો.એક રિપોર્ટ પ્રમાણે, જો શરૂઆતના વલણો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મે 18માં દિવસે બોક્સ ઓફિસ પર 15.69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોક્સ ઓફિસ પરના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, જવાને 18માં દિવસે 1.96 લાખથી વધુ ટિકિટ વેચી છે. આજે સૈનિક હિન્દી બેલ્ટમાં બહુપ્રતીક્ષિત રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશ કરશે. 17મા દિવસે ફિલ્મનું કલેક્શન 492.54 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
આ સાથે જ જવાનના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો શાહરૂખની ફિલ્મ તેના 18માં દિવસે 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે તેવી શક્છેયતાઓ સેંવાી રહી છે. હિન્દી બેલ્ટમાં 500 કરોડની કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ 600 કરોડની રેસમાં ચાલી રહી છે. ફિલ્મ ‘જવાન’નું દિગ્દર્શન એટલીએ કર્યું છે.આમ તો આ ફિલ્મ રિલીઝ પહેલા જ છવાી ચૂકી હતી ફિલ્મ જોવા આવતા દર્શકો ઘણા થીયેટરોમાં શાહરુખખાનના ગેટઅપમાં પણ જોવા મળ્યા હતા પરથી એ વાત સાબિત થઈ રહી છે કે આજે પણ શાહરુખ ખાનની લોકપ્રિયતા શાનદાર છે.