મહેસાણા: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કોરોનાને કારમે દર્સનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે આવતી કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે. મંદિરમાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે કેટલાક મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્યમાં હવે સંક્રમણ ઘટતા શક્તિપીઠ મંદિરો ફરીથી અનલોક કરવામાં આવી રહ્યા છે. મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતી કાલ તા.1લી ફેબ્રુઆરીથી દર્શન માટે ખુલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરાશે. ભક્તો આવતીકાલથી બહુચરાજી મંદિરમાં માતાજીના દર્શન કરી શકશે. સવારે 7 થી સાંજે 6:45 સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. સવારની તેમજ સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ નહિ મળે. ભક્તોએ મંદિરમાં પ્રવેશ માટે સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક વિના ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
યાત્રાાધામ બહુચરાજી અને શંખલપુર સ્થિત બહુચર માતાજીના મંદિરો કાલે મંગળવારથી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિગની પુરતી વ્યવસ્થા સાથે ખુલ્લા મુકવામાં આવનારા મંદિરમાં શ્રદ્ધાળુ માત્ર દર્શનનો લાભ લઇ શકશે. ચૌલકિયા આદિ ધાર્મિક વિધી ઉપર ભક્તોને પ્રવેશ મળશે કે કેમ તેના વિશે કોઈ માહિતી નથી. જ્યારે માઇભક્તો આરતીમાં પણ ભાગ નહી લઇ શકે.તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.