Site icon Revoi.in

શક્તિના ઉપાસક PM મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફક્ત ગરમ પાણીનું કરશે સેવન

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે અને વર્ષોથી ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરે છે. સરકારી કામકાજ અને ચૂંટણીના પ્રચાર વચ્ચે વ્યસ્ત પીએમ મોદી ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં માત્ર ગરમ પાણીનું સેવન કરે છે એટલું જ નહીં એક જ વાર ફળનો આહાર લઈને માતાજીની પૂજા-અર્ચના કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 40 કરતા વધારે વર્ષોથી ચૈત્રી નવરાત્રી કરે છે. જ્યાં સુધી તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યાં સુધી તેઓ શારદીય નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજા પણ કરતા હતા. ચૈત્રી નવરાત્રી દરમિયાન તેઓ દરરોજ સવારે અને સાંજે માં દુર્ગાના પાઠ અને ધ્યાન કરીને શક્તિની આરાધના કરે છે. આ ઉપરાંત પોતાના વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે બે ટાઈમ નિયમિત માતાજીની નવરાત્રીમાં આરતી કરે છે. 2014 માં વડા પ્રધાન બન્યા બાદ અમેરિકાના પ્રવાસ ગયા હતા. બીજી તરફ દેશમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી હતી. પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા ડિનરનું આયોજન કરાયું હતું. જો કે, આ સમય દરમિયાન પીએમ મોદીએ ફક્ત ગરમ પાણીનું સેવન કર્યું હતું. વર્ષ 2019માં ચૈત્રી નવરાત્રીના સમયગાળામાં જ લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસમાં પણ હજારો કિમીનો પ્રવાસ કરીને પાર્ટીનો પ્રચાર કરતા હતા. હાલ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર વ્યસ્ત છે.